Traffic Tail

કમોસમી વરસાદમાં બામણિયા સબ ડિવિઝન બન્યું લકવાગ્રસ્ત.

SHARE:

કમોસમી વરસાદમાં બામણિયા સબ ડિવિઝન બન્યું લકવાગ્રસ્ત.


મહુવા તાલુકાના બામણિયા સબ ડિવિઝન ફીડરો કમોસમી વરસાદ શરૂ થતાં જ ડુલ થઈ જવા પામ્યા હતા.હમણાં વિભાગની આગાહી તો અંબાલાલ ની પણ અવગણના કરતા હોય તેમ બામણિયા સબ ડિવિઝન ના અધિકારીઓ આગાહી ની ચેતવણી ને પણ આંખ આડા કાન કરતા હોય તેમ ઘોર નિંદ્રાધીન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા.રિમઝીમ વરસાદ શરૂ થતાં જ ઉંચા વિજબીલ વસુલતી વીજ કંપનીનો પાવર બંધ થઈ જવા પામ્યો હતો.તો બીજી તરફ બામણિયા સબ ડિવિઝનનો સ્ટાફ પણ હોય છે થાય છે જેવી ઠીલી નીતિ મુજબ કામ કરતા સવારથી જ વીજ ડુલ થઈ જવા પામ્યો હતો.પરંતુ જ્યાં ઉચ્ચ અધિકારીઓ ના પેટનું જ પાણી ના હાલ હોય તેવી સ્થિતિ માં તે કચેરીના કર્મચારીઓ પણ તેવી જ સ્થિતિમાં જોવા મળતા હોય છે.ભર શિયાળે આવેલ કમોસમી વરસાદ ના અમી છાંટાણામાં પણ બામણિયા સબ ડિવિઝન પોલમ પોલ ખુલી જવા પામી છે.ત્યારે હાલ લગ્ન તિથિ હોય ત્યારે વરસાદના વિઘ્નબાદ વીજ પાવર પણ વિઘ્ન રૂપ સાબિત થતાં લગ્ન પ્રસંગના પરિવાર પર બેવડી આફત આવી પડી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!