Traffic Tail

આરોપી મુકેશ ત્રિપત પાંડે તથા નન્હેલાલ પ્રશાંત પાંડેને ફરારી જાહેર કરાયા છે

SHARE:

આરોપી મુકેશ ત્રિપત પાંડે તથા નન્હેલાલ પ્રશાંત પાંડેને ફરારી જાહેર કરાયા છે

ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ. બી. ઔસુરાની યાદીમાં જણાવ્યાનુસાર આરોપી મુકેશ ત્રિપત પાંડે (મુળવતન રહે- પો.સ્ટ.પૌની, હંસાપુર જી.વૈશાલી બિહાર) તથા આરોપી નન્હેલાલ પ્રશાંત પાંડે રહે, કતારગામ નવી જી.આઇ.ડી.સી. બસ સ્ટેશન પાસે, નિખાલશનગર સુરત (મુળ રહેવાસી-સારસી હનુમાનગઢ પોલીસ થાના જી,પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) અદાલત સમક્ષ ગેરહાજર રહેતા હોય જેથી આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી શકાય તે ન હોય આરોપી વિરુધ્ધમાં એકથી વધુ વખત ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. બન્ને આરોપીઓ આજદીન સુધી નામદાર કોર્ટ સમક્ષ હાજર થયા ન હોય જેથી મે. છઠ્ઠા એડીશ્નલ સિનિયર જજ દ્વારા મુકેશ ત્રિપત પાંડે તથા નન્હેલાલ પ્રશાંત પાંડે નાઓને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!