Traffic Tail

વર્ષ- ૨૦૨૩ના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા તા.૩૦મી સુધીમાં અરજી કરી શકાશે

SHARE:

વર્ષ- ૨૦૨૩ના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા તા.૩૦મી સુધીમાં અરજી કરી શકાશે

દિવ્યાંગો માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓને અરજી કરવા અનુરોધ

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ પારિતોષિક આપવાની યોજના હેઠળ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર માટે કામ કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓનું સશક્તિકરણની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ પાસેથી રાજ્યકક્ષાના પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
નિયમ નમુનામાં ફોર્મ ભરીને અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્ર, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટો સહિત બીડાણમાં સામેલ કરવા સાથે ત્રણ નકલમાં છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી શકાશે. અધુરી વિગતવાળી નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહિ.
આ ઉપરાંત જરૂરી ફોર્મ વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા આ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-સુરત ખાતેથી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન વિના મૂલ્યે મેળવી શકાશે.વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર) કચેરીનો સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!