લસણપોર ગામે કાળમુખી ટ્રકે ગાંગડીયા ના રહીશ ને અડફેટે લેતા કમકમાટીભર્યુ મોત
ટ્રક ચાલક આરોપી ઝડપાઇ નહિ ત્યાં સુધી મૃતકની લાશનો કબજો લેવાની ના પાડતા વાતાવરણ તંગ બન્યું હતું.
મહુવા તાલુકાના લસણપોર ગામે ટ્રક ચાલકે ગાંગડીયાના રહીશ ના અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જો કે ત્યારે ટ્રક ચાલક સામે આક્રોશ વ્યક્ત કરતા જ્યાં સુધી ટ્રક ચાલક નહિ ઝડપાઇ ત્યાં સુધી મૃતક ની લાશ નો કબજો લેવાનો પરિવાર ના પડતા વાતાવરણ તંગ બની ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકા ના લસણપોર ગામે અનાવલ કુમકોતર રસ્તા પર શંકાસ્પદ આરોપી ટ્રક નં.જીજે ૧૯ યુ સી૧૭૪૯ ના ચાલક દ્વારા પૂરપાટ ઝડપે બેદરકારીપૂર્વક વાહન હંકારી ગાંગડીયાં ના રહીશ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા રાજુભાઈ મગનભાઈ પટેલ ઉ.વ.૫૫ ને અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માત ની ઘટનામાં મોત નિપજવાના બનાવ બાદ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને મૃતકની લાશનો કબજો લેવાનો ઇનકાર કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.ઘટનાસ્થળે પહોંચી મહુવા પોલીસે સ્થિતી ને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી ને ઝડપવા માટેની કવાયત હાથ ધરી છે.



