સ્વચ્છતા હી સેવા – સુરત જિલ્લો

કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત રાજ્ય કરવાની નેમ સાથે દેશભરમાં શરૂ કરાયેલી મુહિમ અંતર્ગત દરેક રાજ્ય અને શહેર-ગામોમાં વિવિધ પ્રવુત્તિઓ કરાઇ રહી છે. ત્યારે કામરેજના કોસમાડા ગામ ખાતે બાગ બગીચા તેમજ અન્ય સ્થળોની સાફ સફાઇ કરાઇ હતી. તા.૧ ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી શરૂ થયેલા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને બહોળા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે.
સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે સફાઇ ઝુંબેશ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.



