Traffic Tail

ચૌધરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડુંગરીની ટીમ ચેમ્પિયન 

SHARE:

ચૌધરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડુંગરીની ટીમ ચેમ્પિયન 

સમસ્ત ચૌધરી સમાજ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ મહુવા આયોજિત 8મી ક્રિકેટ ટુર્નામેન્ટ તા.19-11-2023 ના દિને બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ કાછલ ખાતે ફાઇનલ મેચ શેખપુર – દાતરડી અને ડુંગરી – જલારામ ટીમ વચ્ચે યોજાઈ હતી.જેમાં ડુંગરી ટીમ ચેમ્પિયન બની હતી .સમાજમાં એકતા ,સૃહદભાવ ,સંપ અને ભાઈચારો કેળવાય તે હેતુસર રમાતી આ 8 મી ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઉદઘાટન પ્રસંગે દ.ગુજરાત ચૌધરી સમાજ ફેડરેશનના પ્રમુખ શ્રી વસંતભાઈ ચૌધરી – પૂર્વ સેલ્સ ટેકસ કમિશનર ગુજરાત એ ખેલાડીઓને શુભકામના પાઠવી જીવનમાં રચનાનાત્મક કાર્યો કરી સમાજનું ઋણ અદા કરવા જણાવ્યું હતું.ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી અને રૂ .10,000/- તેમજ રનર્સ અપ ટીમ શેખપુર – દાતરડીને ટ્રોફી અને રૂ.5000/- આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. મેન ઓફ ધ સિરીઝ તરીકે વિકી ચૌધરી ડુંગરી , મેન ઓફ ધ મેચ તરીકે અભિ ચૌધરી ડુંગરી ,બેસ્ટ બોલર તરીકે સમીર ચૌધરી શેખપુર દાતરડી ,તેમજ બેસ્ટ બેટ્સ મેન તરીકે ચિંતન ચૌધરી ડુંગરી ને જાહેર કરી ટ્રોફી આપી સન્માનવામાં આવ્યા હતાં.ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેન્દ્રકુમાર કે ચૌધરીએ વિજેતા ટીમ તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમની ખેલદિલી અને સહકારની ભાવનાને બિરદાવી હતી.સદર ટુર્નામેન્ટમા મહુવા તાલુકાની 32 ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમ્પાયર ,કોમેન્ટ્રી તેમજ સ્કોરરની સેવા સમાજના યુવા ખેલાડીઓએ સેવા આપી સમાજ સેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા ટ્રસ્ટ ના સભ્યો હોદ્દેદારો,કારોબારી,સરપંચ કલ્પના બેન ,અતુલ ભાઈ, ,યજ્ઞેશ પાવાગઢી, ઉપ પ્રમુખ ગમનભાઈ ચૌધરી,રાજેશ ચૌધરી (નેવ્યા બોલના સ્પોન્સર )મનહર ભાઈ ચૌધરી, કનવીનર મનીષભાઈ ,નિસર્ગ ,રવિ (કાછલ) ,જયદીપકુમાર ,ભગુભાઈ ચૌધરી (શેખપુર) દિલીપભાઇ ચૌધરી ,મહેશભાઈ ચૌધરી ,પ્રશાંત કુમાર ,અરવિંદભાઈ ચૌધરી તેમજ સમાજ ના યુવકો, કાછલ અને શેખપુર ની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!