મહુવા તાલુકાના કાંકરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ભવ્ય સ્વાગત
સુરત જીલ્લાના મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો યોજનાકીય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ આધુનિક રથ ચોથા દિવસે કાંકરિયા ગામે આવી પહોચ્યો હતો. જયા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ અવસરે તાલુકા પંચાયતના અધિકારીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન કરતા ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવવામાં સપનાને સાકાર કરવા માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો. વિભાગોના અધિકારીઓએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ માહિતી આપી હતી. વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમના વિભાગની યોજનાઓ જેવી કે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા ,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસારણ તેમજ icds મહુવાના CDPO શ્રી, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THR નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન યોજાયું હતું.
આ અવસરે તાલુકાના અધિકારીશ્રી અમારસિહભાઈ, ગામના સરપંચશ્રી અજયભાઈ પટેલ,ગ્રામ પંચાયતના સભ્યોશ્રી, નાબાર્ડના અધિકારીશ્રી,વાસ્મો અધિકારી શ્રી ,તેમજ તાલુકા પંચાયતના કર્મચારી , મુખ્ય સેવિકા, કાયૅકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS, pmjay, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોની વિગતો આપી હતી.






