કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાના મહુવા તાલુકામાં આગમન પૂર્વે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં મિટિંગ મળી.
સુરત જિલ્લાના બે દિવસીય પ્રવાસે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા આવવાના હોય તેમજ મહુવા તાલુકાના ઉમરા ખાતે પણ પધારવાના હોય ત્યારે મંત્રીના આગમન પૂર્વે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં ઉમરા ડેરીના હોલમાં આયોજન અંગે મિટિંગ યોજવામાં આવી હતી.આયોજન અંગેની મિટિંગમાં મહુવા મામલતદાર શ્રી,તેમજ મામલતદાર કચેરી ના અધિકારીઓ, મહુવા તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા તેમજ તાલુકા પંચાયત ના અધિકારીઓ,સરપંચ એસોસિયેશન ના પ્રમુખ કેયુર પટેલ,તેમજ જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં તમામ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ત્યારે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા 20 તારીખે સવારે 10:30 કલાકે મહુવા તાલુકાના ઉમરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેશે.






