Traffic Tail

મહુવા ચૌધરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન

SHARE:

મહુવા ચૌધરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન

સમસ્ત ચૌધરી સમાજ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ મહુવા આયોજિત 8 મી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન તા.17-11-2023 ના રોજ કાછલ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું. સદર ટુર્નામેન્ટ 17 થી 19 નવેમ્બર સુધી રમાશે.
સદર ટુર્નામેન્ટ દ.ગુજરાત ચૌધરી સમાજ ફેડરેશનના પ્રમુખશ્રી વસંતભાઈ ચૌધરી સાહેબ પૂર્વ સેલ્સ ટેક્સ કમિશનર ગુજરાત,અખિલ ગુજરાત આદિવાસી સમાજ ના પ્રમુખ શ્રી યજ્ઞેશભાઈ પાવાગઢી ,મહુવા સુગર ડિરેક્ટર તુષારભાઈ પટેલ ,સરપંચ કલ્પના બેન ચૌધરી , નલધરાના સરપંચશ્રી અતુલભાઈ ચૌધરી ,ટ્રસ્ટના હોદ્દેદારો,કારોબારી સભ્યો ,ખેલાડી મિત્રો, કન્વીનર મનીષભાઈ,નિસર્ગ, રવિ,ભગુભાઈ,જયદીપભાઈ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો.
વસંતભાઈ ચૌધરી સાહેબે રમત સાથે શિક્ષણ પર ભાર મૂકી જીવનમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.યજ્ઞેશભાઇ પાવાગઢી ,તેમજ તુષારભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાછલ ,દાતરડી તેમજ અન્ય ગામના યુવકે ટુર્નામેન્ટ ને સફળ બનાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!