Traffic Tail

ઓલણ નદીના પુલ પરથી શેરડી ભરેલું ટ્રેક્ટર નીચે નદીમાં પલટી જતા ડ્રાઇવર નો આબાદ બચાવ.

SHARE:

ઓલણ નદીના પુલ પરથી શેરડી ભરેલું ટ્રેક્ટર નીચે નદીમાં પલટી જતા ડ્રાઇવર નો આબાદ બચાવ.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરના વલવાડા પુના વચ્ચેથી પસાર થતી ઓલણ નદી પરના પુલ પર રાત્રી દરમ્યાન શેરડી ભરેલુ ટ્રેકટર પુલ ઉપરથી નીચે પલડી ગયું હતું.મળતી માહિતી અનુસાર શેરડી ભરેલું ટ્રેકટર વલવાડા તરફથી મહુવા તરફ જઈ રહ્યું હતું તે અરસા માં ઓલણ નદી પરના પુલ પરથી પસાર થતાં સમયે શેરડી ભરેલા ટ્રેકટર ના લારીનું વિલ અચાનક નીકળી ગયું હતું અને ટ્રેકટર પુલની સાઈડમાં લગાવેલ રેલિંગ સાથે ભટકાયું હતું સમય સુચકતા વાપરી ટ્રેકટર નો ડ્રાઇવર ટ્રેકટર માંથી કૂદી પડ્યો હતો અને ટ્રેકટર શેરડી ભરેલ લારી સાથે સીધું પુલ ના નીચે ખાબકયું હતું.અકસ્માત ના આ બનાવમાં ડ્રાઈવરને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળે છે અકસ્માત ની ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર જાણવા મળ્યા નથી અને મોટી દુર્ઘટના ટડી જવા પામી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!