Traffic Tail

સુરત જિ. પં.ના બાંધકામ સમિતિના ચેરમને રાકેશ પટેલનું મહુવા તાલુકા સરપંચ એસોશિયેશન દ્વારા સન્માન

SHARE:

સુરત જિ. પં.ના બાંધકામ સમિતિના ચેરમને રાકેશ પટેલનું મહુવા તાલુકા સરપંચ એસોશિયેશન દ્વારા સન્માન

સુરત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ના નવા વરાયેલા ચેરમને રાકેશભાઈ પટેલને મહુવા તાલુકા સરપંચ એસોશિયેશન દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાકેશભાઈ પટેલ નું મહુવા તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા સુરત ખાતે નવી કાર્યરત પંચાયત ની માર્ગ અને મકાન વિભાગની કચેરી સુરત ખાતે ચાર્જ સંભાળતા સન્માન કરવામાં આવ્યું હતું.આ તબક્કે સરપંચ એસોશિયેશન બાંધકામ સમિતિ ના ચેરમેન પદે કાર્યભાળ સંભાળનાર રાકેશ પટેલ ખાતરી આપતા જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં વિકાસના કામો કરવા હંમેશા તત્પર રહીશ.તેમજ આદીવાસી અંતરિયાળ વિસ્તારમાં વિકાસના કામોને તબક્કાવાર આવરી લઇ સરકારના સથવારે વિકાસની આગેકૂચ કરવામાં આવશે
મહુવા તાલુકાના વલવાડા જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય તરીકે રાકેશભાઈ ને બાંધકામ સમિતિના ચેરમેન બનાવતા સમગ્ર મહુવા તાલુકા તેમજ આદીવાસી વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે..મહુવા તાલુકાની જનતા દ્વારા સંગઠનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!