લોકજાગૃતિ દ્વારા સ્વચ્છ અને સુંદર બની બારડોલી તાલુકાની વરાડ ગામની આંગણવાડી
સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ રાજ્યભરમાં વિવિધ સ્થળોની સફાઈ આદરવામાં આવી રહી છે.ત્યારે બારડોલી તાલુકાની વડાર ગામની આંગણવાડી ખાતે આંગણવાડીની બહેનો સહિત ગ્રામજનો દ્વારા સર્વત્ર સાફ સફાઈ કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પર વિશેષ ભાર સાથે શેરી, મહોલ્લા, ગામ, શહેર શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખીમંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે.આવો, સ્વચ્છ-નિર્મળ ગુજરાતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ.
-00-






