Traffic Tail

મહુવા તાલુકાના અનાવલ સ્થિત શુક્લેશ્વર મહાદેવ મંદિર તથા તરકાણી ગામે મંદિરમાં સ્વચ્છતા ડ્રાઇવ યોજાઈ

SHARE:

“જન ભાગીદારીથી સ્વચ્છ અને હરિયાળું બનતું સુરત”

મહુવા તાલુકાના અનાવલ સ્થિત શુક્લેશ્વર મહાદેવ મંદિર તથા તરકાણી ગામે મંદિરમાં સ્વચ્છતા ડ્રાઇવ યોજાઈ

રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ કરાઈ રહી છે. ત્યારે આજરોજ જિલ્લામાં રવિવારે ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. આજે મહુવા તાલુકાના અનાવલ સ્થિત શુક્લેશ્વર મહાદેવ મંદિરના પરિસર તથા તરકાણી ગામના ધાર્મિક મંદિરની આસપાસના રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પર વિશેષ ભાર સાથે શેરી, મહોલ્લા, ગામ, શહેર શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખીમંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. આવો, સ્વચ્છ-નિર્મળ ગુજરાતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!