​જે કામનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ: ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા

SHARE:

અંબિકા તાલુકાના આંગલધરા ગામે ૬.૫૦ કરોડના ખર્ચે અંબિકા નદી પરના પુલ અને રૂ.૭૫ લાખના ખર્ચે મિયાપુર અને કોદાદા ગામના નવનિર્મિત ગ્રામ પંચાયતોનું ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે લોકાર્પણ
——
સુરતઃ શુક્રવારઃ- અંબિકા તાલુકાના આંગલધરા ગામે ૬.૫૦ કરોડના ખર્ચે અંબિકા નદી પરના પુલ અને આંગલધરા ગામે રૂ.૭૫ લાખના ખર્ચે મિયાપુર અને કોદાદા ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રી મોહનભાઈએ જણાવ્યું હતું કે, જે કામોનું ખાતમુહુર્ત કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, એવી ભાવના રાજ્ય સરકારની રહી છે. આજે ગામે-ગામ અને પ્રત્યેક તાલુકા-જિલ્લામાં વિકાસકામોની ભેટ મળી રહી છે. ગ્રામ પંચાયત અને નવા પુલથી લોકસુવિધા વધશે, લોકોની સુખાકારીમાં વધારો થશે.
આ પ્રસંગે તા.પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન, જિ.પં.ના સભ્યશ્રી દેવેન્દ્રભાઈ, ભાવિનભાઈ નાયક, પદાધિકારીઓ, તા.પં.ના સભ્યો, સરપચો, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!