Traffic Tail

ગોપળાની ઘટનામાં આદિવાસી સમાજની ન્યાયયાત્રા મોકૂફ,પોલીસને આરોપી પકડવામાં મળી સફળતા…..

SHARE:

ગોપળાની ઘટનામાં આદિવાસી સમાજની ન્યાયયાત્રા મોકૂફ,પોલીસને આરોપી પકડવામાં મળી સફળતા…..

સુરત,મહુવા:-મહુવા તાલુકાના ગોપળા ગામે અન્ય સમાજના કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આદિવાસી સમાજના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો બાબતને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને ઘેરા પ્રત્યાઘાત પડતા વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ ની આગેવાની માં ગોપળા ખાતે આક્રોશ સભા યોજવામાં આવી હતી જેમા મહુવા પોલીસને ફરાર બે આરોપીઓને સાત દિવસમાં પકડવામાં નહિ આવે તો મહુવા પોલિસનો ઘેરાવો કરવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.જે સમય આવી જતાં આજરોજ મિયાંપુર સર્વિસ સ્ટેશન થી ન્યાય યાત્રા નિકળી મહુવા પોલીસ સ્ટેશન સુધી જવાની હતી પરંતુ ૬/૧૧/૨૦૨૫ ના રોજ ફરાર બન્ને આરોપીને મહુવા પોલીસે પકડી લીધા હતાં.જેથી ન્યાય યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.જોકે આવેલ ધારાસભ્ય અનંત પટેલ સહિત આદિવાસી આગેવાનો તેમજ સહકારી આગેવાન દર્શનભાઇ નાયક, માજી સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ આદિવાસી આગેવાન યુસુફભાઇ ગામીત, ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય આદિવાસી આગેવાન કલ્પેશભાઇ પટેલ, રૂઢિગત ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, મહુવા તાલુકાના આદીવાસી આગેવાન વિપુલભાઈ પટેલ, પરિમલ ભાઇ પટેલ,કુંજનભાઇ પટેલ,પ્રકાશભાઈ મહેતા,વિપુલ ભાઇ પટેલ,સતીષ પાંડે તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!