પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સ્વદેશી અપનાવવાના સપનાને સાકાર કરવા “પોસ્ટકાર્ડ ઝુંબેશ” કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૦૦૦ પોસ્ટકાર્ડ લખ્યાં.
સુરત, મહુવા:-સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, મહુવા ખાતે તા.18/09/2025, ગુરુવારના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી ના સ્વદેશી અભિયાન અંતર્ગત અને સ્વદેશી અપનાવવા અંતર્ગત “પોસ્ટકાર્ડ ઝુંબેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત આપેલ વિષયો જેમ કે- સ્વદેશી આપણું સ્વાભિમાન છે, વડાપ્રધાન શ્રી નું સ્વદેશી વિઝન બન્યું આધુનિક, સશક્ત, આત્મ નિર્ભર અને વૈશ્વિક ભારતના નિર્માણનું મિશન. વગેરે વિષયો પર માનનીય
વડાપ્રધાન શ્રી ને સંબોધીને કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ૨૦૦૦ જેટલા પોસ્ટકાર્ડ લખ્યા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.રાકેશ ચૌધરી સાહેબની મંજૂરીથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના એન.એસ.એસ. વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ.અંકિત પટેલ તથા ડૉ.આશા ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.





