પુના ગામે બાળકોએ ગણપતિ બાપાની મૂર્તિ જાતે બનાવી, જન્માવ્યું પર્યાવરણપ્રેમનું અનોખું ઉદાહરણ
સુરત,મહુવા:-“જ્યાં આજના યુગમાં દરેક તહેવારોની ઉજવણી ભવ્યતામાં નજરે પડે છે, ત્યાં પુના ગામના બાળકોએ આપી એક અનોખી પ્રેરણા. ગણેશોત્સવના પ્રસંગે ગામના બાળમિત્રોએ સ્વહસ્તે પર્યાવરણમૈત્રી મૂર્તિ બનાવી, અને બતાવ્યું કે ભક્તિ સાથે સંવેદના પણ હોય તેટલી જ અગત્યની છે.”

સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામે નેવા ફળિયામાં રહેતા બાળકોનો ઉત્સાહ અનેરો છે.હાલ ગણેશ ઉત્સવમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પુના ગામે નેવા ફળિયાના બાળકોએ ગણેશ ઉત્સવ પૂર્વે જ ગણેશજીની પ્રતિમા ને બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.ગણપતિબાપા મોરાયા ના નારા સાથે ફળિયાના બાળકો જયારે જયારે સમય મળે ત્યારે ત્યારે મૂર્તિ
બનાવવા લાગી પડતા હતા અને હવે મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજના આધુનિક યુગમાં બાળકો એ પોતાનામાં રહેલી કળાને ઉજાગર કરી છે તો આજે મૂર્તિઓ માટે હજારો રૂપિયાના ખર્ચા થાય છે ત્યાં બાળકોએ ખર્ચ પર કાબુ મેળવી બાળકોએ ભેગા મળી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી દીધી છે.તો બાળકો એ બનાવેલી ગણેશ જીની પ્રતિમા હાલ ખુબજ આકર્ષણ સાથે ચર્ચામાં જોવા મળી રહી છે.






