પુના ગામે ફોર વિલર કારને નડ્યો અકસ્માત પોલીસ ત્યાંથી પસાર થઈ પણ ના રાખી માનવતા.

સુરત,મહુવા:-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં 24 ઓગસ્ટ ના રાત્રી દરમ્યાન એક ફોર વિલર ચાલકને આંખે ઝોકું આવી જતા કાર રોડની સાઈડમાં ઉતરી અને એક ઝાડ સાથે અથડાઈ હતી.રાત્રી દરમ્યાન ભારે વરસાદ વચ્ચે કાર ચાલક એકલો જ ગાડીમાં પડી રહ્યો હોવાની જાણ પુના આશ્રમ ફળિયાના સ્થાનિક યુવાનોને થતાં તેઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર ચાલક લોહી લુહાણ હાલતમાં પગે ગંભીર ઇજા સાથે કારમાં વરસાદ માં પલડતો નજરે પડ્યો હતો યુવાનોએ એમના ઘરના સાથે ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ તેઓ ઘટના સ્થળે પહોંચવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું આ ગંભીર અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઘવાયો હતો અને ચાલી શકવાની હાલતમાં પણ ના હતો યુવાનોએ હેમખેમ વરસાદમાં પલડે નહિ એ રીતે અકસ્માત થયેલ ગાડીમાં બેસાડી રહ્યા હતા તે અરસામાં મહુવા પોલીસની પેટ્રોલિંગ કરી રહેલી ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી પરંતુ પોલીસ ની ગાડી ત્યાં ઉભેલ સ્થાનિક યુવાનો કેમ ભેગા થયા છે અકસ્માત થયેલ કાર જોઈને પણ ત્યાં ગાડી નહિ ઉભી રાખી ગાડી નીકળી ગઈ હતી ત્યારે શું પોલીસ રાત્રી
દરમ્યાન ફક્ત લાલબત્તી સાથે ગાડી ફેરવવાની હોય કે પછી પેટ્રોલિંગ દરમ્યાન ભેગા થયેલા લોકોની પૂછપરછ પણ કરવાની હોય પરંતુ હદ તો ત્યારે થઈ કે પોલીસ અકસ્માત થયેલ કારને જોઈને પણ માનવતા નહિ રાખી અને નીકળી ગયા હતા.પોલીસના કાયદો વ્યવસ્થા તો ઠીક પણ માનવતા સામે પણ સવાલો ઉદ્દભવે છે.મોડી સાંજે અકસ્માત સ્થળે ચાલકના પરિવારજનો પહોંચ્યા બાદ ચાલકને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાંએ આવ્યા હતા.પ્રાથમિક જાણકારી મુજબ ચાલક વાંસદા ઘોડમાળ નો હોવાનું જાણવા મળે છે અને હોસ્પિટલ ખસેડાયા બાદ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.






