Traffic Tail

લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા લોકોના હેલ્થ સ્ક્રિનીંગની કામગીરી હાથ ધરવામાં આવી

SHARE:

લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા લોકોના હેલ્થ સ્ક્રિનીંગની કામગીરી હાથ ધરવામાં આવી

તાવ, શરદી, એલર્જી સહિત પાણીજન્ય રોગોની તપાસ કરી દવાઓનું વિતરણ


સુરત શહેરમાં છેલ્લા ૩૬ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે બપોર બાદ વરસાદે વિરામ લીધા બાદ પાણીથી ફેલાતા રોગચાળાના નિયંત્રણ માટે લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી અને આંજણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમે મોબાઈલ મેડિકલ વાનમાં સ્થળ પર જ લોકોનું હેલ્થ સ્ક્રિનીંગ કરી જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વરસાદ બાદ પાણીથી ફેલાતા રોગચાળો, ચેપ, તાવ, પેટના રોગો, એલર્જી અને ત્વચાની સમસ્યાઓ વધી જતી હોય છે ત્યારે આરોગ્ય ટીમ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની તબીબી તપાસ, બ્લડ પ્રેશર, શ્વાસની તકલીફ તેમજ અન્ય સામાન્ય લક્ષણોની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા લોકો તબિયત અંગે માહિતી મેળવી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!