Traffic Tail

લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ

SHARE:

લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ


સુરત શહેરમાં છેલ્લા ૩૬ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વોટરલોગીંગના કારણે પાણીનો ભરાવો થતા આજે વરસાદના વિરામ બાદ લિંબાયતના મીઠી ખાડી તેમજ ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર પમ્પથી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મનપા તંત્ર દ્વારા પમ્પ, સેક્શન પમ્પ તથા મોબાઇલ ડ્રેનેજ યુનિટસની મદદથી પાણીના નિકાલ માટે પૂરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, આરોગ્યની ટીમો નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી હતી, જ્યાં રાહત કામગીરી સાથે હેલ્થ સ્ક્રિનીંગ, દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!