Traffic Tail

ડુંગરી દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરવહીવટ ના આક્ષેપો સાથે માહોલ ગરમાયો.

SHARE:

ડુંગરી દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરવહીવટ ના આક્ષેપો સાથે માહોલ ગરમાયો.

સુરત, મહુવા:-પ્રાપ્ત વિગત મુજબ ભૂતકાળમાં ડુંગરી ગામમાં આવેલ દૂધ મંડળી ભારે વિવાદમા રહી સહકારી ક્ષેત્રે ભારે ચર્ચામાં રહી હતી.વર્ષ-2021માં મંડળીના પ્રમુખે રાજીનામું આપ્યા બાદ વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ નવા પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ કમિટી સભ્યોની રચના કરવામાં આવી હતી અને શાંતિથી મંડળીનો કારભાર ચાલતો હતો.પરંતુ બે દિવસ પહેલા દૂધ મંડળીના 1200 જેટલા સભાસદોમાંથી 35-40 સભાસદોએ ભેગા થઈ દૂધ મંડળીના મકાને જઈ હાલના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કમિટી સભ્યના વહીવટ સામે વિરોધ રજૂ કરી વર્ષ-2021-22 થી આજદિન સુધી હિસાબો ના મળવા થી વાર્ષિક અહેવાલો છેલ્લા ચાર વર્ષથી છપાતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.આ અહેવાલ ન છપાતા મંડળી ભાવફેરની ચોખ્ખી રકમનો આંકડો મળતો નથી. જેથી સભાસદોને ફક્ત સુમુલ દ્વારા ચુકવવામા આવેલ ભાવફેરની રકમ જ ચુકવવામા આવે છે અને મંડળી ભાવફેરની રકમ ચુકવવામાં આવતી ન હોવાના આક્ષેપ કર્યા હતા.અને મંડળીના પ્રમુખને આ બાબતે પૂછતાં સંતોષકારક જવાબ પણ ન આપ્યો હોવાનો આક્ષેપ કરતા ડુંગરી ગામના સહકારી રાજકારણમા ચોમાસામાં ગરમાટો આવી ગયો હતો.જોકે આ બાબતે ડુંગરી દુધ મંડળીના પ્રમુખનો ફોન ન લાગતા ઉપપ્રમુખને પૂછતાં તેમણે આ આક્ષેપો સદનતર ખોટા અને પાયા વિહોણા હોવા ઉપરાંત જે મંડળીના ઉત્પાદક સભાસદો નથી તેઓ આક્ષેપો કરી રહ્યા હોવાનુ જણાવ્યું હતુ.

બોક્સ :———-

ડુંગરી દૂધ મંડળીના કુલ 1200 થી વધુ સભાસદો છે.અને દૈનિક 5000 લિટર દૂધ ભરાય છે. સભાસદોને વર્ષ 2024-25માં દૂધના 1.14 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે અને 2 રૂપિયા લિટર બચતના 18.94 લાખ મળી એક વર્ષમાં સભાસદોને કુલ્લે 1.33 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.આ 1200 સભાસદોમાંથી બે પાંચ દૂધ ન ભરતા સભાસદો જે આક્ષેપ કરે છે તે ખોટા અને પાયા વિહોણા છે.
– નિલેશભાઈ ચૌધરી (ઉપપ્રમુખ, ડુંગરી દૂધ મંડળી)

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!