ખરવાણ દૂધ મંડળીએ સભ્યોને 1.33 કરોડ ચૂકવ્યા. દૂધ મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

SHARE:

ખરવાણ દૂધ મંડળીએ સભ્યોને 1.33 કરોડ ચૂકવ્યા. દૂધ મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

 

શ્રી ખરવાણ દુધ ઉત્પાદક સહકારી મંડળીની ૫૩મી વાર્ષિક સાધારણ સભા મહુવા સુગરના ડાયરેકટર તુષાર જે.પટેલના અધ્યક્ષ ના હેઠળ પુર્ણ થઇ. તા.૧૮/૦૬/૨૦૨૫ ના રોજ ખરવાણ દુધ મંડળીની ૫૩મી વાર્ષિક સાધારણ સભા : ના તમામ એજન્ડાના કામો સર્વો નું મતે મંજુર થયા.મંડળીના પ્રમુખશ્રી રાકેશભાઈ ના સ્વાગત સાથે મંડળીની પ્રગતિની વાતો કરતા કહ્યું કે આ ર૪-૨૫ ના વર્ષ માં સુમુલનો અને મંડળી નો ભાવ ફેટ બને થઈને એક કરોડ તેત્રીસ લાખ રૂ.સભાસદો ને ચુકવ્યા છે.જે એક એતિહાસિક ભાવ છે.સાથે ચાલુ વર્ષ ૮% જેટલું દુધમાં પણ વૃધ્ધી થઈ છે.એમણે પોતાના કમીટી સભ્યો અને મંડળીના કર્મચારી ઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સભાના અધ્યક્ષશ્રી અને જીલ્લા ભા.જ.પ.ના ઉપ-પ્રમુખશ્રી તુષાર જે.પટેલ કહયું કે આપણી મંડળી એ ગામનું ઘરેણું છે.દુધ મંડળી.સહકારી મંડળી અને ગ્રામ પંચાયત સાચવવાની અને ઉતરોતર પ્રગતિ કરે એની કાળજી રાખવાની જવાબદારી આપણી છે. આ સભામાં એ.ટી.વી.ટી. ના સભ્ય ધર્મેશભાઈ ઞામ ના સરપંચશ્રી જયંતીભાઈ,દૂધ મંડળીના કમીટી સભ્યો તથા પુર્વ પ્રમુખશ્રીઓ વિશાળ સંખ્યા માં સભાસદો હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!