અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પહેલીવાર છલોછલ.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઉપરવાસના ડાંગ જિલ્લાના આહવામાં 11 ઇંચ,વઘઈ 9 ઇંચ,સુબીર 8 ઇંચ જ્યારે સાપુતારામાં 3 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડતા ડાંગ જિલ્લામાંથી નીકળતી અંબિકા નદી બન્ને કાઠે વહેતી થઈ થઈ છે.સીઝનના પહેલા વરસાદમાં જ પુર મહુવા તાલુકાના ઉમરા ગામે થી પસાર થતી અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ છલોછલ થઈ જવા પામ્યો છે.રાત્રી દરમ્યાન લગભગ 12:30 કલાક પછી અંબિકા નદીમાં અચાનક પાણી વધી જવા પામ્યું હતું ત્યારે સવારના પહેલા સૂર્ય કિરણ સાથે જ સીઝનમાં પહેલીવાર ભરાયેલ મધર ઇન્ડિયા ડેમ ને જોતા જ ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાવી જવા પામી હતી.






