Traffic Tail

અનાવલ વાંસદા રોડ પર આંગલધરા ગામની સીમમાં ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.

SHARE:

અનાવલ વાંસદા રોડ પર આંગલધરા ગામની સીમમાં ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.


સુરત,મહુવા:-પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ની ઘટના સામે આવી છે.
એસ.ટી.બસ નં. GJ-18ZT-0662 ના ચાલક વિનયસિંહ બાબુસિંહ ગોહીલ રહે.દેથળી ગામ તા.સિધ્ધપુર જી.પાટણ પોતાના કબ્જાની એસ.ટી.બસ નંબર GJ-18-ZT-0662 ને ઞગફલતભરી રીતે અને પુરપાટ ઝડપે વાંસદા તરફથી અનાવલ તરફ આવી રહી

હતી તે સમયે આંગલધરા ગામની સીમમાં બસને અચાનક જોરથી બ્રેક મારતા બસ સ્લીપ થઈ જવા પામી હતી અને સામેથી આવતી ટ્રક નંબર GJ-21W-9605 સાથે અથડાવી હતી આ અકસ્માતમાં બસમાં બેસેલ મુસાફરો પૈકી બે મુસાફરોને હોઠના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી જ્યારે એસ.ટી.બસને નુકશાન થવા પામ્યું હતું ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ કરાતા અનાવલ ઓ.પી ના જમાદાર હેમંતભાઈ મહેન્દ્રભાઈ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!