છત્તીસગઢ ની ટીમે સાંસ્કૃતિક આદાન પ્રદાન સંદર્ભે વસરાઈ પ્રોજેકટની મુલાકાતે
વસરાઈ તા. મહુવા ખાતે દિશા ધોડિયા સમાજ નાં સાંસ્કૃતિક ભવન નિર્માણ અભિયાન અંર્તગત છત્તીસગઢનાં સામાજિક કાર્યકરો રામેશ્વર પ્રસાદ ( રીટાયર્ડ સ્પેશિયલ કમાન્ડો ) પોલિસ ઇન્સપેકટર શ્રીમતી ડારીયા અને એમની સાથે ૧૧ જણાંનું પ્રતિનિધિ મંડળ સાંસ્કૃતિક આદાન પ્રદાન સંદર્ભે વસરાઈ ખાતે મુલાકાત લઈવસરાઈદિશા નોલેજ હબ ના કલાસિસ અને દિશાગ્રીન મિશન અભિયાન અને વિવિધ પ્રોજેકટો વિશે જાણી ખૂબજ પ્રભાવિત થયા હતા. અહીંના સ્થાનિક લોકો નો ખેતી પ્રત્યે લગાવ આધુનિક ખેતી આધુનિક અને સહકારી ધોરણે પશુપાલન અહી નાં લોકો નું સામાજિક ઉત્તર દાઇત્વ અને આર્થિક પ્રગતિ તેમજ
પોતાના જીવન પ્રત્યે ની મહેનત ઘગશ જોશ સામાજિક લગાવ અન્ય તમામ લોકો કરતાં અલગ પડે છે. અહીની જીવન શૈલી અને પ્રગતિ થી ખૂબ પ્રભાવિત થયા હતા આ વિસ્તારમાં ખેતી – પશુપાલન – ડેરી ની સહકારી પ્રવૃત્તિ – નર્સરી ઉદ્યોગ – લઘુઉધોગકારો ની મુલાકાત બે દિવસ લીધી હતી. અને આ વિસ્તાર થી ખુબજ પ્રભાવિત થયા હતા સામાજિક કાર્યકર શ્રી તરુણભાઈ પટેલ કે જેઓ દેશભરમાં સાંસ્કૃતિક આદાન પ્રદાન સંદર્ભે ફરતા રહે છે. તેમના થકી આ આયોજન થયું હતું. ટીમ દિશા તરફથી શ્રી કમલેશભાઈશ્રી મુકેશભાઈ શ્રી સતિષભાઈ શ્રી મનોજભાઈ શ્રી અનિભાઈશ્રી દલુભાઈ એ ટીમનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.






