ટોબેકો કંટ્રોલ સેલ-સુરત દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સુરત સિટી બસ ડેપો ખાતે જનજાગૃતિ અભિયાન

એસ.ટીના કર્મચારીઓ તથા મુસાફરોને તમાકુના સેવનથી થતી આડઅસરો વિષે જાણકારી અપાઈ
ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ-સુરત દ્વારા સુરત સિટી બસ ડેપો ખાતે ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ’ કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં જિલ્લા આરોગ્ય શાખાના તજજ્ઞો દ્વારા એસ.ટી. કર્મચારીઓ તથા મુસાફરોને તમાકુથી થતા
નુકસાન, રોગો વિષે ઊંડાણપૂર્વક સમજ અપાઈ હતી. સાથે જ તમાકુનું સેવન નહીં કરવા તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય શાખાના ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉ.પરેશ સુરતી, ટોબેકો સેલના મુકેશ શ્રીવાસ્તવ, ડેપો મેનેજર મનોજ ચૌધરી, M.P.H.S ના નિલેશ લાડ સહિત એસ.ટી. કર્મચારીઓ, મુસાફરો હાજર રહ્યા હતા.






