Traffic Tail

હીરા ઉદ્યોગના રત્ન કલાકારો તથા એકમોએ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકશે.

SHARE:

હીરા ઉદ્યોગના રત્ન કલાકારો તથા એકમોએ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકશેઃ

સ્કુલ ફી સહાય માટેનો અરજી ફોર્મ જે તે શાળામાં તથા વ્યાજ સહાય ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશેઃ

રાજય સરકાર દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારો તથા એકમો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. સહાય મેળવવા અરજી ફોર્મ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી (DEO) અને ક્લેક્ટર કચેરીએ વેબસાઈટ પરથી ઓનલાઇન મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ મેળવવાની લિંક નીચે મુજબ છે.

Ø https://suratdeo.org/
Ø https://surat.nic.in/application-forms-for-affected-ratnakalakars-and-affected-units/

(૧) *રત્ન કલાકારોએ અરજી ફોર્મ સાથે રજુ કરવાના દસ્તાવેજો/ પુરાવાઓ*
Ø આધાર કાર્ડની નકલ (અરજદાર અને અરજદારશ્રીનાબાળક)
Ø રત્નકલાકાર / અરજદારનો તાજેતરનો પાર્સપોર્ટ સાઈઝ
Ø રત્ન કલાકાર હોવા અંગેનું જિલ્લા શ્રમ અધિકારીથીનું પ્રમાણપત્ર અથવા રોજગાર અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા રત્ન કલાકારને ડાયમંડ એસોસીએશન દ્વાશ આપવામાં આવેલ પ્રમાણપત્ર / ભલામણપત્રો
Ø બાળકના શાળામાં અભ્યાસ કરતા હોવા અંગેનુ શાળાનું બોનાફાઈડ સટીફીકેટ
Ø બાળકની સ્કુલ ફી અંગેનું સ્કુલનું પ્રમાણપત્ર
Ø શાળાના કેન્સલ ચેંકની નકલ

(૨) હિરા ઉદ્યોગોના એકમો માટે

Ø ઉદ્યમ રજિસ્ટ્રેશન (પ્લાન્ટ અને મશીનરીમાં ૨.૫ કરોડ સુધીનું મૂડી રોકાણ ધરાવતા સુક્ષ્મ એકમો જ સહાયપાત્ર છે.)
Ø ટર્મલોન મંજુરી પત્ર
Ø એકમનું જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. (જે લાગુ પડતું હોય તો)
Ø એકમના વર્ષ: ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ ના વીજ વપરાશના આધાર-પૂરાવા.
Ø એકમના પાન કાર્ડની નકલ.
Ø છેલ્લુ વિજ વપરાશનું બીલ
Ø એકમની બેંક ખાતાની વિગત (કેન્સલ ચેકની નકલ સાથે)

(૩) અસરગ્રસ્ત રત્નકલાકારો ઉપરોકત આપેલ લિંકમાંથી ઓનલાઇન “ સ્કુલ ફી સહાય અરજી ફોર્મ ” મેળવી ચેકલિસ્ટ મુજબના આધાર- પુરાવા સાથે અરજદારના બાળકો જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળામાં “તા.૨૩/૦૭/૨૦૨૫” સુધીમાં જમા કરાવવાના રહેશે. તા.૨૩/૦૭/૨૦૨૫ બાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. જેની નોંધ લેશો.

(૪) જ્યારે અસરગ્રસ્ત એકમોએ આપેલ લિંકમાંથી ઓનલાઇન ” વ્યાજ સહાય અરજી ફોર્મ ” મેળવી ચેકલિસ્ટ મુજબના આધાર- પુરાવા સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરતની કચેરી, સી બ્લોક-બીજો માળે “તા.૨૩/૦૬/૨૦૨૫ ” સુધીમાં જમા કરાવવાનું રહેશે. તા.૨૩/૦૬/૨૦૨૫ બાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. અરજી સાથે સંપૂર્ણ પુરાવા/ દસ્તાવેજો સાથે રજુ થયેલી અરજીઓને જ કાર્યવાહી અર્થે ધ્યાને લેવામાં આવશે તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!