સુરત જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવીઃ
પર્યાવરણના સંરક્ષણ અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હેતુથી સમગ્ર વિશ્વમાં ૫મી જુનને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. સુરત જિલ્લા સેવણી, કામરેજ, ઈસર વહેવલ, ધામદોડ લુંભા ખાતે પદાધિકારીઓ-અધિકારીઓ સહિત ગ્રામજનોએ ઠેર ઠેર વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની ઉજવણી હર્ષભેર કરી હતી. આ અવસરે સૌએ પર્યાવરણના જતન અને સંરક્ષણનો સંદેશો આપ્યો હતો.






