Traffic Tail

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે મોબાઈલ હેલ્થ યુનિટના સ્ટાફગણ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુંઃ

SHARE:

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે મોબાઈલ હેલ્થ યુનિટના સ્ટાફગણ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુંઃ


ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ હેલ્થ યુનિટના કર્મચારીઓ દ્વારા સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ અને સંતુલન માટે વૃક્ષની મહત્વની ભૂમિકાને ઓળખી નૈતિક જવાબદારીના ભાગરૂપે વિવિધ રોપાઓનું વાવેતર કરાયું હતું

જેનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીનું ગ્રીન કવર વધારવા, હવાની ગુણવત્તા સુધારવા અને સમુદાયમાં પર્યાવરણીય પ્રભારીની સમજને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર સંદીપ તેમજ પ્રોજેક્ટ કો—ઓડીનેટર જગદીશ બામરોટીયાએ જણાવ્યું હતું કે, ‘આરોગ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા તબીબી સેવાઓથી વિશેષ છે. અમે તંદુરસ્ત વાતાવરણને ઉત્તેજન આપી સમગ્ર સમાજની સુખાકારી માટે કાર્યરત છીએ. વૃક્ષારોપણની પ્રવૃત્તિ એ બધા માટે હરિયાળું, સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવાની દિશામાં એક ઉપકારક પગલું બની રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!