Traffic Tail

મેટ્રો રેલની કામગીરીને ધ્યાને લઈને ઈ.પોલીસ કમિશનરનું જાહેરનામુ

SHARE:

મેટ્રો રેલની કામગીરીને ધ્યાને લઈને ઈ.પોલીસ કમિશનરનું જાહેરનામુ
સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરીને ધ્યાને લઈને ટ્રાફીક સુચારુ રીતે ચાલે અને ટ્રાફીકની કોઈ સમસ્યા ઉદભવે નહી તે હેતુસર શહેરના ઈ.પોલીસ કમિશનરશ્રી વાબાંગ જમીરે એક જાહેરનામા દ્વારા મોટા વરાછાથી સરિતા સાગર સોસાયટી ચીકુવાડી ગાર્ડન સુધીના આવતા જતા ઓવરબ્રિજને કાપોદ્રા CNG ચીકુવાડી પાસે ખાડી ઉપર કે જ્યાં બ્રિજ કલાકુંજ તરફ ઉતરે છે તથા ઝડફીયા સર્કલથી બ્રિજ ઉપર જે જગ્યાએ જોઈન્ટ થાય છે ત્યાંથી બંધ કરી તા.૩૧/૦૭/૨૦૨૫ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તથા પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

વૈકલ્પિક રૂટ તરીકે
(૧) મોટા વરાછાથી સરિતા સાગર સોસાયટી તરફ જતા તમામ વાહનો કલાકુંજ સોસાયટી ખાતે ઉતરી જમણી બાજુ વળી સીધા આગળ જઈ હરીકુંજ વિભાગ-૦૧ સોસાયટીથી ડાબી બાજુ વળી સીધા આગળ જઈ ક્રિષ્ના ગરબા & ડાન્સ સ્કુલ પાસે આવેલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી સીધા આગળ જઈ સરિતા સાગર સોસાયટી થઈ જે તે વિસ્તારમાં જઈ શકશે.
(૨) સરિતા સાગર સોસાયટીથી નવા ઓવરબ્રિજ થઈ મોટા વરાછા તરફ જતા તમામ વાહનો સરિતા સાગર સોસાયટીથી સીધા આગળ જઈ મહર્ષિ કણાદ પ્રાથમિક શાળા નં-૯૮ ચાર રસ્તાથી જમણી બાજુ વળી સીધા આગળ જઈ ભગવતી કોમ્પેલેક્ષ પાસે આવેલ ચાર રસ્તાથી સીધા આગળ જઈ ઝડફીયા સર્કલથી જમણી બાજુ વળી ચીકુવાડી ખાડી પાસેથી ઓવરબ્રિજ જવા માટેના બ્રિજ ઉપર થઈ મોટા વરાછા તરફ જઈ શકાશે.
(૩) ઝડફીયા સર્કલથી મોટા વરાછા તરફ જતો ચડતો ઓવરબ્રિજ ચાલુ રાખવામાં આવનાર છે.
(૪) મોટા વરાછાથી કલાકુંજ તરફ ઉતરતો બ્રિજ(રોડ) ચાલુ રાખવામાં આવનાર છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!