પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) પલસાણા દ્વારા જણાવવામાં આવે છે કે ઓગસ્ટ – ૨૦૨૫ પ્રવેશસત્ર માટે ધોરણ ૮ કે તેથી વધુ પાસ ઉમેદવારો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઇચ્છુક ઉમેદવારો માટે ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), વેલ્ડર, મિકેનિક ડીઝલ, સોલાર ટેકનિશિયન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જેવા માંગવાળા વિવિધ ટ્રેડમાં પ્રવેશ ઉપલબ્ધ છે. પ્રવેશ માટે તારીખ ૨૪ એપ્રિલથી ૩૦ જૂન, ૨૦૨૫ સુધીની અવધિ દરમિયાન, સવારે ૧૦:૦૦થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી ઉમેદવારોએ આઈ.ટી.આઈ. પલસાણા ખાતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે આમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી જણાવ્યું છે.



