Traffic Tail

મહુવામાં કમોસમી વરસાદથી ૭૦ થી વધુ ઘરોમાં નુકશાન

SHARE:

મહુવામાં કમોસમી વરસાદથી ૭૦ થી વધુ ઘરોમાં નુકશાન


અનાવલ : મહુવા તાલુકામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ૭૦ જેટલા ઘરોને નુકશાન થવા પામ્યું છે તો કેરીના પાક બેહાલ થતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.
ધરતીપુત્રો માટે પડતા પર પાટુ હોય એવી સ્થિતિ મહુવા તાલુકામાં જોવા મળી રહી છે.કેરીના ઓછા પાક વચ્ચે ખેડૂતો ચિંતામાં હતા જ ત્યાં કમોસમી વરસાદ થી કેરીના પાકને મોટું નુકશાન થવા પામ્યું છે.તો શાકભાજી ના પાકોમાં પણ આ વાદળછાયા વાતાવરણ થી ખેડૂતો માટે આફત સર્જી છે.
મહુવા તાલુકાના ખરવાણ ,આંગલધરા ,ગુંણસવેલ ,ઉમરા સહિતના મોટેભાગના ગામોમાં ૭૦ જેટલા ઘરોમાં નુકશાનની માહિતી મળી રહી છે.કમોસમી વરસાદ અને વાવાઝોડા થી પતરા ઉડવાથી લઈ અનેક ઘરોમાં નુકશાન પરિવારોએ થતા આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.હાલ તો તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વળતર મળે એ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલ તો ધરતીપુત્રો આ કમોસમી વરસાદ થી મોટું નુકશાન નહીં થાય એ આશા સાથે આસમાન તરફ મીટ માંડી બેઠા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!