Traffic Tail

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ચોંકાવનારો કિસ્સો આઈફોનની લાલચમાં ગુણસવેલના યુવક સાથે 54,729 રૂપિયા ની છેતરપીંડી.

SHARE:

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ચોંકાવનારો કિસ્સો આઈફોનની લાલચમાં ગુણસવેલના યુવક સાથે 54,729 રૂપિયા ની છેતરપીંડી.

સુરત,મહુવા:-મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ખરડ ફળિયામાં રહેતો અને કરચેલીયા આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા ભાવિક વિક્રમ નાયકા નામના વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર માત્ર 17 હજાર રૂપિયામાં આઈફોન મળશે મુજબનો સંદેશો આવ્યો હતો. લાલચમાં આવી પોતાના મોબાઈલ ઉપરથી વોટ્સએપ મેસેજ કરી તેણે પૂછપરછ કરતા સામેથી ઇન્સ્ટાગ્રામ આઈ.ડી ઉપર પૈસા મોકલાવવા જણાવવામાં આવ્યું હતું. અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈ.ડીઓ ઉપર તેણે કુલ 54,729/- રૂપિયા ગુગલ-પેથી ઓનલાઈન મોકલાવ્યા હતા. અલગ અલગ ટ્રાન્જેક્શનથી પૈસા મોકલાવી તેણે પૂછપરછ કરતા તેના ઓર્ડરનો સામાન કુરિયરમાં મળી જશે મુજબ જણાવ્યું હતું. લાંબા સમય સુધી કુરિયર ન મળતા તેણે અનેક વાર ફોન કરી પૂછપરછ કરવાની કોશિષ કરતા સામે છેડેથી મોબાઈલ બંધ આવતો જણાયો હતો. પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું સમજી તેણે પ્રથમ સાઇબર સેલ પોલીસ અને ત્યારબાદ મહુવા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસ તપાસ ચાલુ કરાઇ હોવાનું જાણવા મળે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!