આઇ.ટી.આઇ. ઉમરપાડા ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ:
ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ઉમરપાડા ખાતે પ્રવેશસત્ર -૨૦૨૫ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ વિના મુલ્યે ભરવાનું શરૂ થઇ ગયું છે. ઓનલાઇન ફોર્મ તેમજ રજિસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૬/૨૦૨૫ છે. વધુ માહિતી માટે ઉમરપાડા આઇ.ટી.આઇ.માં સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૦૫:૩૦ કલાક સુધી રૂબરૂ આવી સંપર્ક કરવો અથવા https://itiadmission.gujarat.gov.in વેબ સાઇટ પરથી વધુ માહિતી મેળવી શકાશે એવું આચાર્ય ઔદ્યોગિક તાલિમ સંસ્થા- ઉમરપાડાની યાદીમાં જણાવાયું છે.






