Traffic Tail

ચોર્યાસી તાલુકાના દામકાની સંજીવની હાઈસ્કૂલના રમતવીરોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ તથા સિલ્વર મેડલો મેળવ્યાઃ

SHARE:

ચોર્યાસી તાલુકાના દામકાની સંજીવની હાઈસ્કૂલના રમતવીરોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ તથા સિલ્વર મેડલો મેળવ્યાઃ
ચોર્યાસી તાલુકાની દામકા સ્થિત ડી.એલ.કે.શાહ સંજીવની હાઈસ્કૂલના રમતવીરોએ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જુનાગઢ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી સમગ્ર કાંઠા વિસ્તાર અને શાળાનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં હિરલ જનકભાઈ પટેલે ગોલ્ડ મેડલ સાથે રૂ.૧૦,૦૦૦નું રોકડ પુરસ્કાર અને ટ્રેકસુટ પ્રાપ્ત કર્યો હતો. જયારે ખુશ્બુ સંદીપભાઈ રાજભરે પણ ગોલ્ડ મેડલ સાથે રૂ.૧૦,૦૦૦ રોકડ પુરસ્કાર મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. સાથે સપના અનિલભાઈ રામે સિલ્વર મેડલ અને રૂ.૭,૦૦૦ રોકડ પુરસ્કાર મેળવ્યો હતો. આ તમામ રમતવીરોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, એલ એન્ડ ટી અને અદાણી કંપનીઓ દ્વારા રમતવીરોને આગામી કોચિંગ માટે વિશિષ્ટ સવલતો અને રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા હતા, જેનાથી તેમના રમત જીવનમાં નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.
આ ઉલ્લેખનીય સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી યોગેશભાઈ પટેલ, સુપરવાઇઝર શ્રી ઠાકોરભાઈ પટેલ તથા સંજીવની શાળા પરિવાર દ્વારા રમતવીરો અને તેમને તૈયાર કરાવનારા વ્યાયામ શિક્ષક શ્રી મુકેશભાઈ સુકાની તથા કોચ શ્રી સારથી ભંડારીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!