નવી સિવિલ કેમ્પસ ખાતે નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલની આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી. તેમની સાથે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધીક્ષક ડો. ધારિત્રી પરમાર, ટી.બી એન્ડ ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, લાયન્સ કેન્સર સેન્ટરના ચેરમેન અશોકભાઈ કાનુંગો, સેક્રેટરી અશોકભાઈ મહેતા, P.I.Uના અધિકારીઓ, લાયન્સ કેન્સર વિભાગના તબીબો જોડાયા હતા.




