મહુવા ના મહુડી ખાતેથી આશરે ૬ વર્ષનો કદાવર દીપડો પાંજરમાં કેદ.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવાના મહુડી ખાતેથી કદાવર દીપડો પાંજરામાં કેદ થવા પામ્યો છે.મહુડી ના વિજયભાઈ મંગુભાઈ ચૌધરીના ઘરની પાછળ પાંજરું મુકવામાં આવ્યું હતું રોજના દીપડાના આંટા ફેરાની રજુઆત બાદ વન વિભાગે પાંજરું ગોઠવતા 13 માર્ચના મળસ્કે ના હરકોઈ સમયે આ દીપડો પાંજરે કેદ થયો હશે એવું જાણવા મળે છે વન વિભાગને જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનો કબજો મેળવી દીપડાને વન વિભાગે કાર્યવાહી કરી છોડવા ની તજવીજ હાથ ધરી હોવાની માહિતી જાણવા મળે છે.





