તરબૂચ ખાતા હોય તો ચેતી જજો ગોળીગઢની જાત્રામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.

SHARE:

તરબૂચ ખાતા હોય તો ચેતી જજો ગોળીગઢની જાત્રામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.


સુરત, મહુવા:-સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે 9 માર્ચના રોજ ગોળીગઢનો મેળો યોજાયો હતો.રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લાખોની સંખ્યામાં જનમેદની આ મેળામાં ઉમટી હતી.ત્યારે જાતભાત ની અનેક પ્રકારની ચીજ વસ્તુઓ મેળામાં જોવા મળી હતી પરંતુ સાથે જ એક ચોંકાવનારી ઘટના મેળો પૂર્ણ થયા બાદ સામે આવી હતી.મેળા બહાર બામણિયા સર્કલ નજીક કેટલીક તરબૂચ ની દુકાનો હતી જ્યાંથી કેટલાય લોકોએ ગરમીમાં તરબૂચનો સ્વાદ માણ્યો હશે પરંતુ રિયાલિટી ચેક કરી ના હશે ત્યારે મેળો પૂર્ણ થયા બાદ ત્યાંથી મોગરા બેડા રાયપુરા ના વતની અને સામાજિક આગેવાન એવા ભરતભાઈ ત્યાંથી દીકરા દીકરી માટે તરબૂચ લઈ ગયા હતા અને ઘરે જઈને તરબૂચ ખાવા માટે સ્વાભાવિક છે તરબૂચ ને પાણીમાં ધોઈને પછી ખાતા હોઈ છે.ત્યારે તરબૂચ ને પાણીમાં ધોતા જ ઉપરથી કેમિકલ જેવી પ્લાસ્ટિક જેવા દેખાતા પડ નીકળવા લાગ્યા હતા.ત્યારે દીકરા દીકરી તેમજ પરિવારના સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચે તેમજ અન્ય લોકો પણ ભવિષ્યમાં આવા ઝડપી પકવાતા તેમજ કેમિકલ યુક્ત ફળો ખાવા મજબુર બની સ્વાસ્થ્ય ને ચેડાં થતા અટકે એવા સમાજલક્ષી ભાવ સાથે ભરતભાઈ તરત તરબૂચ ની દુકાન પર પહોંચ્યા હતાં.અને પૂછ પરછ ત્યાં વેચનારે જણાવ્યું કે હું ફક્ત ધંધો કરું છું મારો વેપારી તો બીજો છે ત્યારે ભરતભાઈ દ્વારા વેપારીને ટેલિફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં શા માટે કરો છો લોકોના જીવ શા માટે જોખમમાં મુકો છો એવું કહેતાની સાથે જ ઉશ્કેરાયેલા વેપારી દ્વારા ગાળા ગાળી સાથે તારે જે કરવું હોય તે કરી લેજો હોવાનું જણાવ્યું હતું.આખરે ભરતભાઈ દ્વારા લોકોના જીવ જોખમમાં મુકનાર વેપાર સામે લાખ આંખ કરતા દુકાન પર અડિંગો જમાવી દીધો હતો.સમગ્ર ઘટના દરમ્યાન મહુવા પોલીસ પણ ત્યાં જ કાયદો વ્યવસ્થા માટે હાજર હતી તેમને ઘટનાની જાણ થતાં પોલીસ ટોળે વળેલ લોકોને જોતા ત્યાં પહોંચી હતી અને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરી આવતીકાલે માલ મોકલનાર વેપારીને મહુવા પોલીસ સ્ટેશન નું તેંડુ આપેલ હોવાનું જાણવા મળે છે ત્યારે ભરતભાઈ દ્વારા લગાવેલ આક્ષેપો અંગે જો સત્ય બહાર આવશે તો મહુવા તાલુકામાં અન્ય કેટલાય પ્રકાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં બહાર આવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!