સુરત જીલ્લો
“ રાષ્ટ્રીય યુવા દિવસ “
???? વૉલીબૉલ ટુર્નામેન્ટ ????
આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જીલ્લા દ્વારા યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનાર સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી પર વોલીબોલ ટુર્નામેન્ટ નુ સુંવાલી બીચ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું.
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે યુવા બોર્ડ દ્વારા આયોજિત “સ્વામી વિવેકાનંદ રમતોત્સવનો “ સુરત જિલ્લાના સુવાલી બીચ ખાતે ખાસ ઉપસ્થિત યુવાબોર્ડના પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવે દ્વારા શુભારંભ કરવામાં આવ્યો.
વિદ્યાર્થીઓ રમતગમત પ્રત્યે અભિમુખ થાય અને ખેલકુદ થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ રમતોત્સવ મહત્વની ભૂમિકા ભજવશે.
વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરી પ્રથમ-દ્વિતીય ક્રમ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડના પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવે,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ,સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી, ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ,દામકા ગ્રામ પંચાયત ઉપસરપંચ તુલસીભાઈ પટેલ, યુવાબોર્ડ ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ,હિરેનભાઈ બ્રહ્મભટ્ટ તેમજ યુવાબોર્ડ જીલ્લા સંયોજક રાજનભાઈ વરીયા સહિત તમામ મંડળના યુવાબોર્ડ સંયોજકો મોટી સંખ્યામાં યુવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.





