ગોપળા ગામે ગેસ સિલિન્ડરમાં લાગી આગ અફરા તરફરી થી થયા લોકો ભયભીત.
મહુવા તાલુકાના ગોપળા ગામે ગામતળ ફળિયામાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરી થી લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા.ગોપળા ના ગામતળ ફળિયામાં એક મહિલા રસોડામાં ચા મુકવા જતા ગેસ ચાલુ કરતા જ ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના ભયથી અફરા તફરી સર્જાઈ હતી.અને તુરંત ગેસ સિલિન્ડર ને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.જોકે ગેસ સિલિન્ડર માં આગ બેકાબુ જણાતા ફાયર સફેટીના સાધન વડે આગ બુઝાવવાના પ્રયત્ન થી આગ પર કાબુ મેળવી લીધો હોવાનું જાણવા મળે છે





