ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો.

SHARE:

ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મંજુરી આપવામાં આવી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે પાંચ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝના આધારે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!