સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલમાં ગુજરાતી વિભાગ અંતર્ગત વીર નર્મદની 190મી જન્મજયંતિ નિમિત્તે “કવિ શ્રી નર્મદ વ્યાખ્યાનમાળા” મણકો-૧ની શરુઆત કરવામાં આવી. જેમાં શ્રી મુમ્મબાદેવી આર્ટસ કૉલેજ અને શ્રી એસ.આર ચમારિયા કોમર્સ કૉલેજ, મોટાપોંઢાથી ડૉ.આશા ગોહિલ મેડમે “કુન્દનિકા કાપડીઆની વાર્તાસૃષ્ટિ” વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.
કાર્યક્રમની શરુઆતમાં દીપપ્રાગટ્ય બાદ ફોરમ અને અન્ય વિદ્યાર્થીઓએ સ્વર અને તાલબદ્ધ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ વિદ્યાર્થિની સરસ્વતી પટેલે નર્મદના જીવન અને સાહિત્યસર્જન વિશે માહિતી આપી. ત્યારબાદ પટેલ સાવનકુમારે ‘ના હઠવું, ના હઠવું’ જેવી પંક્તિઓથી આખી સભામાં જોસ્સો ભરી દીધો હતો. ત્યારબાદ મુખ્ય મહેમાન ડૉ આશાબેને વીર નર્મદને અંજલિ આપી કુન્દનિકા કાપડિઆની વાર્તાની વિશેષતાઓ, તેમનું જીવન,સાહિત્ય સર્જન વગેરેની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે “કુન્દનિકા કાપડિઆ જીવનના મર્મી અને જીવનને મંગલમય રીતે જોનાર છે – અને આ ભાવ તેમની વાર્તાઓમાં પ્રગટ થાય છે” ત્યારબાદ ગરાસિયા કમલકુમારે કાર્યક્રમનો અભિપ્રાય પણ આપ્યો હતો. આચાર્યશ્રી ડૉ.હેતલ એસ. ટંડેલ મેડમની અધ્યક્ષતા માં કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. અંતે આભારવિધિ પ્રા.આશા ઠાકોરે કરી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ દિપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પટેલ ધ્રૂવ અને રીન્કલ પટેલે દ્વારા કરવામાં આવ્યું હતું.




