Traffic Tail

મારી માટી, મારો દેશ’: વાલોડ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.

SHARE:

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ દેશ માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરનારા નાયકો, શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે વાલોડ તાલુકામાં ધારસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
શિલાફલકમ, વસુધા વંદન, વીરોને વંદન, રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન અને પંચ પ્રણ પ્રતિજ્ઞાને આવરી લેતી પાંચ થીમ આધારિત આ કાર્યક્રમની વાલોડ તાલુકાના બુટવાડા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ અને પોલીસ જવાનો જોડાયા હતા.
શહીદ વીરોના પરિવારજનોના સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ઉત્તરોઉત્તર રાષ્ટ્રનાં વિકાસમાં પોતાની જવાબદારીનું વહન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ કરી અંતે રાષ્ટ્રગાનની ધૂન પર તિરંગો ફરકાવી ધ્વજવંદન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રેશભાઈ કોકણી ઉપ પ્રમુખ નિતેશભાઈ પટેલ તેમજ તાલુકા જિલ્લા પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!