
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક કિસ્સો સામે આવ્યો છે 38 વર્ષીય એક યુવક ના મોબાઈલ પર એક અજાણી યુવતી નો વોટ્સએપ કોલ આવ્યો.અને અશ્લિલ હરકતો કરી સોસિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો વાલોડ પોલીસ મથકે પહોંચ્યો હતો.યુવક ને કોલ આવ્યો તે સમયે યુવક બાથરૂમમાં હોય જેથી અજાણી સ્ત્રી દ્વારા બાથરૂમમાં ચાલતા વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું ત્યારબાદ આ રેકોડિંગ ને એડિટ કરી યુવક પણ અશ્લીલ હરકત કરતો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.થોડા જ સમય બાદ યુવક પર આ યુવક પર એક અજાણ્યા નંબર પરથી ફોન કોલ આવ્યો હતો.અને ફોન જણાવવામાં આવ્યું હતું કે તમારો વીડિયો શ્રેયા પટેલ નામની યુવતી એ યુ ટ્યૂબ પર અપલોડ કરવા માટે મોકલ્યો છે.તેમજ આ વીડિયો ને યુ ટ્યૂબ પર અપલોડ નહિ કરવા માંગતા હોય તો દિલ્હી સી આઈ ડી ક્રાઇમમાંથી તમારા પર જે ફોન આવશે તેની સાથે વાત કરીને અમને ફરીથી જણાવો શું કરવાનું છે.ત્યારબાદ બીજા અજાણ્યા નંબર પરથી યુવક ને ફોન આવ્યો અને હું સી આઈ ડી ક્રાઈમ માંથી બોલું છું શ્રેયા પટેલે જે વીડિયો મોકલ્યો છે તે 7 ટકા જેટલો અપલોડ થઈ ચૂક્યો છે જો તમારે ડીલીટ કરવું હોય તો તેના રૂપિયા ચૂકવવા પડશે કહેતા યુવક ના હોશ કૉસ ઉડી ગયા હતા સમગ્ર મામલાથી ગભરાયેલા યુવકે થોડા થોડા કરીને રૂપિયા ૯૯,૦૦૦/- ધમકી આપનાર ના ખાતામાં નાખી દીધા હતા થોડા સમય બાદ ફરી કોલ આવ્યો અને છેલ્લો એક વીડિયો પણ ડીલીટ કરવાનો બાકી છે તેને ડીલીટ કરવા માટે તમારે ૧૧,૦૦૦/-આપવા પડશે હોવાનું યુવકને જણાવતા યુવકને સાયબર ક્રાઇમનો શિકાર થયો હોવાનું જણાયું હતું.યુવકે પોતાની સૂઝબૂઝ વાપરી સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર પર ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી અને સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો.તેમજ છેતરપિંડી થઈ હોવાનો ગુનો વાલોડ પોલીસ મથકે નોંધાવતા વાલોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.




