હાલ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો.
મહેસાણા,ગાંધીનગર થી પ્રવાસીઓને સાપુતારા,શિરડી સહિતના પ્રવાસન સ્થળોએ લઇ જતી બસને અકસ્માત નડ્યો હતો.ખાનગી લકઝરી બસ પ્રવાસીઓને લઇ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામેથી મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બસચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા નદીના પુલ સાથે બસ અથડાઈ હતી.ત્યારે બસ નદીના પુલ પર અધ્ધર લટકી જવા પામી હતી.આ ભયજનક વળાંક પર અગાઉ પણ ઘણા અકસ્માત સર્જાય ચૂક્યા છે.ત્યારે લક્ઝરી બસને નડેલ અકસ્માતમાં સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી.કેટલાક પ્રવાસીઓને નાની ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણકારી મહુવા પોલીસને થતાં મહુવા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.




