Traffic Tail

ISRO એ વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે

SHARE:

જો તમે આઇટીઆઇ કર્યુ હોય અને સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો આ ભરતી તમારા માટે જ છે. ઇસરોના મહત્વપૂર્ણ વિભાગ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 1 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટ

આ ભરતીમાં ફીટર, મશીનીસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ICTSM/ITESM, ઈલેક્ટ્રીશિયન, મિકેનિકલ, કેમિકલ, ટર્નર તથા રેફ્રિજરેશન એન્ડ એર કંડિશનિંગની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ક્લિયર કરવાના રહેશે.

અરજી ફી

આ ભરતીમાં તમામ અરજદારોએ 500 રૂપિયાની અરજી ફી ચુકવવાની રહેશે. જોકે, બાદમાં 400 રૂપિયા રિફન્ડ કરી દેવામાં આવશે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા પરત કરી દેવામાં આવશે. એટલે આ ભરતીમાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા તથા અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે

આ રીતે કરો અરજી

  • આ ભરતીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
  • અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://careers.sac.gov.in ની મુલાકાત લો
  • અરજી કરનારને એક ઓનલાઇન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જેને સાચવવો
  • *હોય તે દરેક ફિલ્ડ ભરવી જરૂરી છે
  • અરક્ષિત કેટેગરીમાં આવતા લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી છે
  • ફોર્મમાં જરૂરી વિગતો ભરીને ફોર્મ બરાબર ચેક કર્યા બાદ જ સબમીટના ઓપ્શન પર ક્લિક કરવું

હેલ્પલાઇન નંબર

અરજી કરવામાં કોઇ પણ સમસ્યા આવે તો તમે આ નંબર 079 2691 3130/57 પર ફોન કરી શકો છો
કોઇ પણ સામાન્ય પૂછતાછ માટે તમે 079 2691 3037/ 24 / 22 નંબર પર ફોન કરી શકો છો
આ સિવાય તમે ઓફિશિયલ ઇમેલ આઇડી ao_rr@sac.isro.gov.in પર ઇમેલ કરી શકો છો

First published:

Tags: Career and Jobs, Career News, Government jobs

Source link

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!