Traffic Tail

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના અંધાત્રી ગામના ગ્રામવાસીઓ

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના અંધાત્રી ગામના ગ્રામવાસીઓ:

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના અંધાત્રી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે TDO પી. સી. મહાલાએ પ્રાસંગિક પ્રવચન કરીને યોજનાઓની વિગતો આપી હતી. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અધિકારીશ્રી ઉન્નતભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જીનેશભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેષભાઇ નાયક તથા વિવિઘ વિભાગોના અધિકારીઓએ કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજનાની વિગતો આપી હતી.
મહાનુભાવોના હસ્તે પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અમરસિંહભાઈ પરમાર, THO શ્રી મનોજભાઈ ચૌધરી, PHC નળઘરા ના મેડિકલ ઓફિસર, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતિ પુષ્પાબેન આર ચૌધરી,ડેપ્યુટી સરપંચ, ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, ICDS મુખ્ય સેવિકા ,આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!