”સ્વચ્છતા હી સેવા અભિયાન” સુરત જિલ્લો
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચોર્યાસી અને બારડોલી તાલુકાની સરકારી કચેરીઓમાં સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરત જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
રવિવારના દિવસે નિયત સ્વચ્છતા કાર્યક્રમ મુજબ સરકારી ઇમારતો અને કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. કચેરીઓના પ્રાંગણની સફાઈ સાથે રેકર્ડ વર્ગીકરણ પણ કરાયું હતું. જેમાં ચોર્યાસી અને બારડોલી તાલુકાના વરાડ અને માણેકપોર ગ્રામ પંચાયત તેમજ ચોર્યાસી તાલુકાના દેલાડવા ગ્રામ પંચાયત કચેરીઓમાં સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ હતી. અહીં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ, કર્મચારીઓએ રેકર્ડ તેમજ ફાઈલ વર્ગીકરણ કરીને સફાઈ કરી હતી.






