જય કિસાન સુભાસ પારલેકર કૃષિ ફાર્મ વડીયાની સુરત જિલ્લાના વિવિધ તાલુકા ખેડૂતો એ મુલાકાત લીધી. 
મહુવા તાલુકાના વડીયા ગામે આવેલ જય કિસાન સુભાસ પારલેકર કૃષિ ફાર્મ ની સુરત જિલ્લાના ખેડૂતો એ મુલાકાત લીધી હતી.સુરત જિલ્લાના 150 થી પણ વધુ ખેડૂત મહુવા તાલુકાના વડીયા ગામે પ્રકાશ ભાઈ દ્વારા ચલાવાતું જય કિસાન સુભાસ પારલેકર કૃષિ ફાર્મ વડીયા ખાતે સુરત જિલ્લાના કામરેજ,ચોર્યાશી,ઉમરપાડા ના વિવિધ તાલુકાના 150 થી વધુ ખેડૂતો વડીયા ગામેના આ જય કિસાન સુભાસ પારલેકર કૃષિ ફાર્મ ખાતે આવી ખેતી લક્ષી માહિતી મેળવી હતી.તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળી કેવી રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તેની માહિતી મેળવી હતી.સરકાર શ્રી પ્રાકૃતિક ખેતી તરફ વળવાના પ્રયાસ તેમજ ખેડૂતોને કરવામાં આવેલ અનુરોધ થી હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહયા છે ત્યારે મહુવા તાલુકા વડીયા ખાતે ના ખેડૂત દ્વારા કરવામાં આવતી ખેતી ને જોવા અત્યાર સુધીમાં અસંખ્ય ખેડૂતો આ ફાર્મની મુલાકાત લઈ ચુક્યા છે.






