સરકારી શિક્ષણ મહાવિદ્યાલય – કાછલ ખાતે ‘કાછલી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ કાછલ ગામે આવેલ સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજ ખાતે પુસ્તક વિમોચન નો કાર્યક્રમ યોજાયો હતો.પુસ્તક વિમોચન ના કાર્યક્રમ માં પુસ્તક “કાછલી” નું વિમોચન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સ્નાતક અધ્યાપન મંદિર – વેડછીના આચાર્યશ્રી ડૉ. અંજનાબેન ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી.
પ્રશિક્ષણાર્થીઓએ ઇંટર્નશીપ દરમિયાન કરેલ કામગીરીને વાચા આપતું આ પુસ્તક આધુનિક સંસ્કરણોથી સજ્જ છે.જેમાં કયુ.આર. કોડના માધ્યમથી વીડિયો અપલોડ કરેલ છે. ડૉ. હર્ષદાબેન ચૌધરી તેમજ શ્રી ભાવેશભાઈ લાડ ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમ ઇન્ટર્નશીપ કૉ- ઓર્ડિનેટર એવા પ્રા. અશ્વિન અવૈયા અને શિક્ષણ મહાવિદ્યાલય- કાછલના આચાર્ય ડૉ. હેતલબેન એસ.ટંડેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.






